Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

બોટાદના જાળીલા ગામના દલિત ઉપસરપંચ હત્યા કેસ : વધુ ચાર આરોપી ઝડપાયાઃ કુલ ૭ની ધરપકડ

મુખ્ય આરોપીને હાજર કરો પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું: સરપંચના પત્નીની માંગણી

બોટાદ, તા. ર૧ : બોટાદના જાળીલા ગામના ઉપસરપંચ અને સરપંચના પતિ મનજીભાઇ સોલંકી હત્યા કેસમાં વધુ ચાર આરોપી ઝડપાયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત આરોપીની ધરપકડ કરી લેવાય છે. આ કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓ ભગીરથ જીલુભાઇ ખાચર, કિશોરભાઇ જીલુભાઇ ખાચર, હરદીપ ભરતભાઇ ખાચરની અટકાયત કરાઇ છે.

મૃતક મનજીભાઇના પુત્ર તુષરે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, અમને સરકારી સહાય નહીં, પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે. મૃતકના પરિવારે તેમની માંગણીઓ લખીને એક પત્ર સરકારને પણ આપ્યો છે.

મૃતકના પત્ની ગીતાબેન સોલંકી, એસઆરપી જવાનો સુરક્ષામાં મૂકયા હતાં તે બધાને પાછા ખેંચી લીધા હતા. જેના પાંચ દિવસ પછી જ આ હુમલો થયો છે. પોલીસની બેદરકારીને કારણ આ હુમલો થયો છે. મારી મુખ્ય માંગ એ છે કે પહેલા મુખ્ય આરોપીને હાજર કરો પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું.

અત્રે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે જનરલ સીટ પર ચૂંટાયેલા ઉપસરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકીની અકસ્માત કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાના આરોપી સાથે ફરીયાદ થઇ છે. ઘટના સ્થળેથી મનજીભાઇનું બાઇક તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. મનજીભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.

મૃતક ઉપસરપંચના પત્ની ગામના સરપંચ છે. પરિવારજનોએ કેટલાક વીડીયો રજૂ કર્યા છેે, જેમાં મૃતક મનજીભાઇ હોસ્પિટલ પહોંચતા પહેલા નિવેદન આપી રહ્યા છે, આ નિવેદનમાં તેઓએ જણાવ્યું કે તેના પર ગામના જ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. પહેલા તેઓએ કાર વડે તેના બાઇક સાથે અકસ્માત કર્યો અને ત્યારબાદ હુમલો કર્યો હતો. (૮.૮) બોટાદના જાળીલા ગામના દલિત ઉપસરપંચ હત્યા કેસ : વધુ ચાર આરોપી ઝડપાયાઃ કુલ ૭ની ધરપકડ

(11:44 am IST)