Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્વારા પ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી

મીઠાપુરઃ આજે યોગ દિવસ તરીકે ઉજવાતા ઓખામંડળ તાલુકાના ઓદ્યોગિક શહેર મીઠાપુર ખાતે આવેલી વિશ્વના સૌથી મોટા ઓદ્યોગિક એકમોમાંની એક એવી ટાટા કેમિકલ્સ દ્વારા મીઠાપુર ટાટા કેમ ડી એ વી પબ્લિક સ્કૂલના વિશાળ પટાંગણમાં પમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કે જેમાં આજે  વહેલી સવારે જ યોગના અલગ અલગ આસનો કરવામાં આવ્યા હતા તથા યોગથી થતા ફાયદાઓ વિષે સવિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ તકે મીઠાપુર ટાટાના અધિકારીઓ, મીઠાપુરમાં આવેલી બીજી શાળાઓના આચાર્ય શ્રીઓ, શીશકો, બાળકો આ ઉપરાંત કંપનીના સિકયુરિટી સ્ટાફ, પોલિસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, મીઠાપુરમાં આવેલી આંગણવાડી વર્કરો તેમજ ટાટાકેમ ડી એ વી પબ્લિક સ્કૂલનો તમામ સ્ટાફ સહર્ષ જોડાયો હતો. અને સર્વે એ યોગ કર્યા પછીની સ્કૂર્તિનો આનંદ માણ્યો હતો. આ સમગ્ર આયોજન માં ટાટા કંપનીનો પુરેપુરો સહયોગ પ્રાપ્ત થયો હતો. (તસ્વીરઃ અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)

(11:39 am IST)