Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જામનગરમાં કેન્દ્રીય પ્રોવિડન્ડ ફંડના એન્ફોર્સમેન્ટ ઓફિસર શશિન ચાવડા 20 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

રાજકોટ ;જામનગરના એસીબી યુનિટ સમક્ષ એક જાગૃત નાગરિકે તેઓના લેબર કોન્ટ્રાકટ કામની પ્રોવિડન્ટ ફંડ ભરેલ ના હોવાથી તેમાં ખરાબ નોંધ કરવા અવેજ પેટે એમ્પ્લોમૅટ પ્રોવિડન્ડની કચેરી (મિનિસ્ટ્રી ઓફ લેબર ) ઇન્ડિયાના એન્ફોર્સમેન્ટ ઓફિસર શશિન પ્રવીણભાઈ ચાવડા દ્વારા રૂપિયા 20 હજારની લાંચ માંગ્યાંના આરોપસરની ફરિયાદ થતા જામનગરના એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ એન,કે,વ્યાસે રાજકોટના મદદનીશ નિયામક ,પી,જાડેજાના માર્ગદર્શનમાં છટકું ગોઠવી આરોપીને 20 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા

  આરોપી કે જેઓ કેન્દ્ર સરાકારના ઉચ્ચ અધિકારી છે તેઓની એસીબીએ જામનગર ખાતે આવેલી કે,પી,શાહ હાઉસના પહેલે માળે પીપીએફ ઓફિસમાંથી ઝડપી લીધા હતા આમ મોટા માથાઓની એસીબીના સકંજામાં લેવાની કેશવકુમારની ઝુંબેશ આગળ વધી રહી છે

(9:23 pm IST)
  • ચોમાસુ થોડુ સક્રિય થયુ : બે - ત્રણ દિવસમાં છૂટાછવાયા ઝાપટા ચાલુ થશે : સ્થગિત થયેલુ ચોમાસુ ધીમે - ધીમે ફરી સક્રિય થઈ રહ્યુ છે. પરંતુ તેની ચાલ હજુ ધીમી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠે ફરી કરંટ દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ૨૫મીથી છૂટોછવાયો શરૂ થઈ જશે. પરંતુ વાવણીલાયક વરસાદ ૨૯મીની આજુબાજુથી શરૂ થશે. અરબી સમુદ્રમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે. જેની ગતિ કંઈ તરફ જાય છે તેના ઉપર નિર્ભર છે access_time 11:51 am IST

  • યુપીમાં કોચિંગના નામે 3000 રૂપિયાની છેતરપિંડી સરકારી શિક્ષકને મોંઘી પડી :વિદ્યાર્થિનીએ જાહેરમાં ચપ્પલોથી ફટકાર્યો :મહબોના ચરખારી કોતવાલી વિસ્તારમાં બીટીસીની વિદ્યાર્થીનીને મોટી રકમ લીધાના ત્રણ મહિના પછી પણ કોચિંગ ન આપવાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થીની તેમના સાથી સાથે મળીને ચપ્પલોથી પિટાઈ કરી access_time 1:14 am IST

  • જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન બાદ ગવર્નર એનએન વ્હોરાએ સર્વપક્ષીય બેઠક બોલાવી :ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર તૂટી પડ્યાના એક દિવસ બાદ રાજ્યપાલ શાસન લાગુ :ભાજપે ટેકો પાછો ખેંચતા મહેબુબા મુફ્તીની સરકાર અલ્પમતમાં આવતા તેણીએ રાજીનામુ આપ્યું હતું access_time 12:58 am IST