Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ખંભાલીયામાં ભાજપના જીલ્લા પ્રમુખના પુત્ર પ્રભાત ચાવડાએ પોલીસને મારમાર્યો

ચાલુ બાઇકે મોબાઇલ ઉપર વાત કરતા નિકળતા અટકાવી દંડની પાવતી લેવાનું કહેતા ઉશ્કેરાયો

ખંભાળિયા, તા., ર૧ :  પૂર્વ ધારાસભ્ય તથા ભાજપના દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ કાળુભાઇ ચાવડાને પુત્ર પ્રભાત ચાવડા ગઇકાલે બાઇક પર મોબાઇલ સાથે વાત કરતા નીકળતા ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ વીરપારભાઇ દેસુરભાઇ લુણા એ પ્રભાતને ચાલુ બાઇકે મોબાઇલ  પર વાત કરતા હોય હાજર દંડની પાવતી લેવાનું કહેતા પ્રભાત ચાવડાએ ઉશ્કેરાઇને ફરજમાં રૂકાવટ કરીને તેના પર હુમલો કરીને ગાળો કાઢી નાકમાં ફેકચર કરતા પોલીસમાં ૩૩, ૩પ૩, પ૦૪, પ૦૩ (ર) મુજબ ગુનો નોંધી પો. સ.ઇ. એન. આઇ. રાઠોડે તપાસ હાથ ધરી છે.

 

ભાજપ જિલ્લા પ્રમુખના પુત્રને પોલીસ સાથે ઝઘડો થવાનો બનાવ બનતા સમગ્ર શહેર તથા જિલ્લામાં ચકચાર જગાવી હતી. 

આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળીયાના ટ્રાફીકથી વ્યસ્ત એવા નગરગેઇટ વિસ્તારમાં બુધવારે સાંજે પોલીસ સ્ટાફના એએસઆઇ લોક રક્ષક દળના જવાનોનો સ્ટાફ ટ્રાફીક બંદોબસ્તમાં ગોઠવાયો હતો.

આ સ્થળેથી મોટર સાયકલ પર નીકળેલો યુવાન મોબાઇલ પર વાત કરતા જતો હોવાથી તેમને અટકાવી, એલ.આર.પોલીસ જવાન વિરપાલભાઇ દેસુરભાઇ લુણાએ આ યુવાનને દંડની પાવતી લેવા જણાવ્યું હતું.

ઉશ્કેરાઇને બાઇક પર જતા યુવાને તું મને ઓળખતો નથી, મારૂ નામ પ્રભાત ઉર્ફે લાલો ચાવડા છે તેમ કહી પોતે એક રાજકીય અગ્રણીને પુત્ર હોવાનું જણાવ્યું હતું.

આ રકઝકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બાઇક સવાર યુવાને પિતો ગુમાવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું જાહેર થયું છે.

(1:40 pm IST)