Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા

રાજકોટ, તા. ર૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને પવનનાં સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.

આખો દિવસ ધૂપ-છાંવનો માહોલ છવાયેલ રહે છે અને ગરમીમાં ઘટાડો યથાવત છે.

જો કે મહત્તમ તાપમાનનો પારો નીચે  ઉતરી ગયો છે પરંતુ બફારો યથાવત છે.

જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

(11:58 am IST)