Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મોરબીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ઉમીયા સર્કલ પહોળુ કરવા માંગણી

મોરબી, તા.૨૧: ઓદ્યોગિક નગરી મોરબી જીલ્લો બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવામાં નગરપાલિકા તંત્ર ઉણું ઉતર્યું છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરી ઉમિયા સર્કલ ડેવલપ કરવાની માંગ કરી છે.

વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજયના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં ટ્રાફિક સમસ્યા સાથે અકસ્માતોમાં વધારો થયો છે ત્યારે અકસ્માતો નિવારવા માટે ઉમીયા સર્કલ પહોળું કરવાની જરૂરત છે તેમજ સર્કલ ડેવલપ કરી રોડ ઉબડખાબડ છે તે પદ્ઘતિસર કરવા, રોડનું લેવલ નથી તે કરવું તેમજ ફૂટપાથો તોડી રોડ પહોંળો કરવાની જરૂરિયાત છે તેમજ મચ્છુ નદી મચ્છુ ડેમ ૨ ની કેનાલને પાઈપ કેનાલમાં કન્વર્ટ કરવી જેથી મચ્છુ ૨ ડેમથી નાની વાવડી સુધીનો રોડ પહોળો કરી શકાય. ભકિતનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધીના રોડને લેવલ કરવો, ખાડાઓ બુરવા અને રોડ નવેસરથી પેવર રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે.

(11:24 am IST)