Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઢાંઢણીમાં વાડીએ વિજકરંટ લાગતાં કોળી વૃધ્ધ કલાભાઇ કડવાણીનું મોત

રાજકોટ તા. ૨૧: ત્રંબા નજીક ઢાંઢણી ગામે વિજકરંટ લાગતાં કોળી વૃધ્ધનું મોત નિપજ્યું છે.

કલાભાઇ નાજાભાઇ કડવાણી (ઉ.૬૦) નામના વૃધ્ધ ઢાંઢણી ગામમાં જ આવેલી પોતાની વાડીએ હતાં ત્યારે પાણીની મોટર ચાલુ કરવા સ્વીચ બોર્ડમાં છેડા ભરાવવા જતાં જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ ગયા હતાં. સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કલાભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે.  આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:22 am IST)