Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

માળીયા મિંયાણા હાઇવે ઉપર અવધ હોનેસ્ટ હોટલમાથી બાળમજુરો મળતા સંચાલક સામે ગુન્હો

મોરબી, તા.૨૧:કેન્દ્ર અને રાજય સરકાર બાળ મજૂરીને લગતા ગમે તેટલા કાયદા બનાવે પરંતુ જમીની હકીકત એ છે કે આજે પણ અનેક સ્થળોએ બાળમજુરોને કામે રાખવામાં આવે છે ત્યારે શ્રમ આયુકત ની ટીમે તાજેતરમાં ચેકિંગ દરમિયાન માળિયાની અવધ હોનેસ્ટ હોટલમાંથી બાળ મજુરો મળી આવતા સંચાલક સામે ગુન્હો નોંધાયો છે.

માળિયા હાઈવે પર આવેલી અવધ હોનેસ્ટ નામની નામાંકિત રેસ્ટોરન્ટમાં બાળમજુરોને રાખવામાં આવ્યા હોય જયાં ચેકિંગ દરમિયાન બાળ મજુરો મળી આવ્યા હતા જેને પગલે મોરબી શ્રમ અધિકારી કૃણાલ કમલભાઈ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે અવધ હોનેસ્ટ હોટલના સંચાલક લાલેશભાઈ પ્રભાતભાઈ રાઠોડ રહે. નાગડાવાસ તા. માળિયા વાળાએ ચાઈલ્ડ લેબર પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન એકટ ૧૯૮૬ ની કલમ ૩ તથા જુવેનાઈલ જસ્ટીસ એકટ કલમ ૭૯ મુજબ હોટલમાં બાળ મજુર રાખી બાળ મજુર મળી આવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી જીલ્લામાં શ્રમ આયુકત કચેરી કાર્યરત થઇ છે અને બાળ મજુરો રાખનાર સામે તબાહી બોલાવી રહી છે ત્યારે કાયદાનો ભંગ કરનાર ઈસમોમાં દોડધામ મચી છે.

(11:20 am IST)