Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

શાપરમાં 'હિટ એન્ડ રન': ઉત્તર પ્રદેશના યુવાન પ્રમોદ ખેંગારનું મોત

અજાણ્યો વાહન ચાલક ઉલાળીને ભાગી ગયોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૧: શાપર વેરાવળમાં શાંતિધામ ખાતે રહેતાં મુળ યુ.પી.ના યુવાનનું 'હિટ એન્ડ રન'ના બનાવમાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ શાપર રહેતો પ્રમોદભાઇ બળવંતભાઇ ખેંગાર (ઉ.૪૦) રાત્રે અગિયારેક વાગ્યે તેના ભાઇના ઘરે પુત્રનો જન્મ થયો હોઇ તેનો જમણવાર પતાવી ભાઇ તથા મિત્રો સાથે પિતૃકૃપા હોટેલ નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કોઇ વાહનનો ચાલક તેને ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. પ્રમોદભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ના મનુભાઇ આહિર સહિતે પહોંચાડ્યો હતો. પરંતુ અહિ મોડી રાત્રે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે શાપર પોલીસને જાણ કરી હતી. મૃતક બે ભાઇમાં મોટો હતો અને કારખાનામાં કામ કરતો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(11:18 am IST)