Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વાંકાનેરમાં વિશ્વ યોગ દિનની યોગાસન સાથે ઉજવાયો

વાંકાનેર : વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં  શ્રી અમરસિંહજી હાઇસ્કુલ, મ્યુ. સંચાલીતગર્લ્સ હાઇસ્કુલ તથા દોશી કોલેજ તેમજ તાલુકામાં લુણસરમાં પ્રાથમિક શાળા અને પીપળીયારાજ ગામે હાઇસ્કુલમાં સમુહ  યોગ કરી યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. શ્રી અમરસિંહજી હાઇસ્કુલ ખાતે મામલતદારશ્રી, પોલીસ અધિકારીઓ તથા પોલીસ અને હોમગાર્ડ, જી. આર.ડી. ના જવાનો, બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય વાંકાનેર શાખાના ભાઇઓ-બહેનો, શિક્ષણ ગણ, પત્રકારો, વિદ્યાર્થીઓ રાજકીય, સામાજીક, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ વિગેરે બોહળી સંખ્યામાં લોકોએ સમુહ યોગ કર્યા હતાં. શ્રી શ્રી રવીશંકર મહારાજશ્રી પ્રેરીત યોગજ્ઞાન પ્રાપ્ત કરનાર યુવાનોએ ઉપસ્થિત સર્વેને યોગાસન સાથે યોગથી થતા ફાયદાની સમજણ આપી હતી. દોશી કોલેજમાં પણ કોલેજ અને વિદ્યાભારતી સંચાલીત શાળાના વિદ્યાર્થીઓ તથા એન. સી. સી. ક્રેડેટના જવાનો, પ્રોફેસરો, શિક્ષકોએ યોગાસન કરેલ, મ્યુ. સંચાલીત ગર્લ્સ હાઇસ્કુલમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષીકા બહેનો  - ભાઇઓએ પણ યોગાસન કરી વિશ્વ યોગદીનની શાનદાર ઉજવણી કરી હતી.

(11:11 am IST)