Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મોરબીના સ્કાયમોલ થિયેટરમાં આજે દેવ પગલી સાથે જયેશભાઇ જોરદાર ફિલ્મ નિહાળવાની તક.

આજે સાંજે 7 વાગ્યે દેવ પગલી ફિલ્મનો શો નિહાળવાની સાથે પોતાનું પરફોર્મન્સ પણ રજૂ કરશે

મોરબી : સમગ્ર દેશ અને સમાજ માટે ચિંતાપ્રેરક અને સંવેદનશીલ ગણાતા સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે જયેશભાઇ જોરદાર નામની ફિલ્મ બનાવવામાં આવી છે. સ્ત્રી ભ્રુણ હત્યા વિશે સમાજ જાગૃતિ લાવતી આ ફિલ્મ જયેશભાઇ જોરદાર હવે સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ ચૂકી છે.ત્યારે આજે મોરબીના સ્કાય મોલ મલ્ટીપ્લેક્સમાં મોરબીવાસીઓને દેવ પગલી સાથે જયેશભાઇ જોરદાર ફિલ્મ નિહાળવાની તક મળશે.

મોરબીના સ્કાય મોલ મલ્ટીપ્લેક્સમાં જયેશભાઇ જોરદાર ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી છે. ત્યારે આજે શનિવારે સાંજે 7 વાગ્યે સ્કાય મલ્ટીપ્લેક્સમાં જયેશભાઇ જોરદાર ફિલ્મના ખાસ શો માં ગુજરાતના ગોલ્ડન વોઇસ તરીકે જાણીતા દેવ પગલી ઉપસ્થિત રહેશે. માટલા ઉપર માટલું, ચાંદવાલા મુખડા લેકર ના નિકલો બજાર મે જેવા ગીતોથી બોલિવૂડમાં પણ ફેમસ થયેલા દેવ પગલી આજે સાંજે સાત વાગ્યે સ્કાઈ મલ્ટીપ્લેક્સમાં જયેશભાઇ જોરદાર ફિલ્મના ખાસ શો નિહાળી પોતાનું પરફોર્મન્સ પણ રજૂ કરશે.

 

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ ખાસ ફિલ્મનો શો સામાજિક સંસ્થાઓ તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સદસ્યો નિહાળશે.તેથી દેવ પગલીએ પણ વીડિયો મેસેજ દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા પણ આધારિત ફિલ્મ જયેશભાઇ જોરદારને જોવા માટે દર્શકોને ખાસ અપીલ કરી છે. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ દેવ પગલી સાથે ખાસ ફિલ્મનો શો નિહાળવા મોરબીવાસીઓને અપીલ કરી છે.

 

(12:51 pm IST)