Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

કચ્છમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સંતો દ્વારા રૂ. ૩ કરોડનુ દાન: કોરોનાના દર્દીઓ માટે થશે મદદરૂપ:રવિવારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ભુજની લેવા પટેલ હોસ્પિટલને કરશે ધનરાશી અર્પણ

ભુજ :  નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ની વૈશ્વિક મહામારીની લડાઇમાં સમાજ અને ધાર્મિક સંપ્રદાયો પણ પોતાનું યોગદાન આપી રહી છે. જે પૈકી આવતીકાલે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ કોમ્યુનિટી હોલ, સરદારપટેલ વિધા સંકુલ લેવા પટેલ હોસ્પિટલ ખાતે મણીનગર શ્રી સ્વામીનારાયણ ગાંદી સંસ્થાન દ્વારા રૂ.૩ કરોડનો ચેક આચાર્ય સ્વામી જીતેન્દ્રપ્રિયદાસજી અને સંતોના હસ્તે ઓનલાઇન સંજીવની ઓકિસજન પ્લાન્ટ માટે અર્પણ કરવામાં આવનાર છે.
ભુજ સ્થિત લેઉવા પટેલ હોસ્પિટલના કોવીડ વિભાગના દર્દીઓ તેમજ કચ્છના કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓ માટે ગુજરાત રાજયની ધાર્મિક સંસ્થા લોક ભાગીદારીથી કોવીડ-૧૯ માટે આ ધનરાશી આપે છે એમ સંસ્થાના રવજીભાઇ ખેતાણી દ્વારા જણાવાયું છે.

(9:58 pm IST)