Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ભાવનગરમાં આજે પણ કોરોનાથી બેના મોત અને ૨૨૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪૬૩ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૦,૪૨૮ કેસો પૈકી ૨,૯૭૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૨૨૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૦,૪૨૮ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૭૮ પુરૂષ અને ૫૮ સ્ત્રી મળી કુલ ૧૩૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૯, ઘોઘા તાલુકામાં ૬, તળાજા તાલુકામાં ૩૨, મહુવા તાલુકામાં ૨૦, સિહોર તાલુકામાં ૧૯, પાલીતાણા તાલુકામાં ૧, તેમજ ગારીયાધાર તાલુકામાં ૧ કેસ મળી કુલ ૮૮ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
  આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીઓ અને ઘોઘા ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૮૫ અને તાલુકાઓમાં ૨૭૮ કેસ મળી કુલ ૪૬૩ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૨૦,૪૨૮ કેસ પૈકી હાલ ૨,૯૭૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૬૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:55 pm IST)