Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

કચ્છમાં લગ્ન પ્રસંગમાં નિયમનો ભંગ કરનાર વૃંદાવન રિસોર્ટ સામે પોલીસ કેસ

ભુજ : કચ્છ રેન્જના આઈજી જે. આર. મોથાલીયા, એસ.પી.  સૌરભસિઘની સુચનાને પગલે કોરોનાના નિયમનો ભંગ કરનાર સામે માનકુવા પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે.

 જે અન્વયે માનકુવા પોલીસ ને માહીતી મળેલ કે સુખપર માનકુવા વચ્ચે હાઇવે રોડ પર આવેલ વ્રુદાવન રીસોર્ટ આવેલ છે ત્યા લગ્ન પ્રસંગનુ આયોજન કરેલછે અને વધારે સંખ્યામા માણસો ભેગા થયેલ છે અને સોસ્યલ ડીસટન્સ જળવાયેલ નથી તેવી હકીકત મળતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.આર.બારોટની સુચના મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવતા પો.હેડ.કોન્સ અશોકભાઇ રાણાભાઇ પટેલ તથા પોલીસ ટીમ સાથે વ્રુદાવન રીસોર્ટ પર આવતા રીસોર્ટમા બગીચામાં લગ્ન પ્રસંગનુ આયોજન થયેલ હોઇ અને ત્યાં સો થી વધારે માણસો એકઠા થયેલ હોઇ અને સોસ્યલ ડીસ્ટન્સ જાળવેલ ના હોઇ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડેલ લગ્ન અંગેની ગાઇડલાઇનનુ પાલન ના કરી તેમજ મેં .ડી.એમ.સા.ભુજ-કચ્છ નાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોઇ જેથી વ્રુદાવન રીસોર્ટ મેનેજનર કીશોરભાઇ વેલજીભાઇ હીરાણી (ઉ.વ.૪૦ ) ( રહે-માનકુવા બસસટેશન બાજુમાં તા-ભુજ )તથા લગ્ન-પ્રસંગનું આયોજન કરનાર લાલજીભાઇ વિશ્રામભાઇ કેરાઇ (પટેલ)( ઉ,વ-૫૫ ) ( રહે સુખપર જુનાવાસ તા.ભુજ વાળા)  વિરુધ માનકુવા પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે
આ કામગીરીમા માનકુવા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.આર.બારોટ તથા માનકુવા પોલીસ ટીમના માણસો જોડાયેલ હતા

(6:13 pm IST)