Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ફરી સાગરખેડુઓ દરિયાના ખોળે- કચ્છના જખૌ બંદરેથી માછીમારો બોટ લઈને દરિયો ખેડવા નીકળ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: (ભુજ) તાઉ'તે વાવાઝોડાની અસરને પગલે કચ્છ જીલ્લાના ૧૮ મત્સ્ય ઉતરાણ  કેન્દ્ર પરથી માછીમારો ને દરિયો ન ખેડવા કચ્છ જિલ્લા પ્રશાસન તરફથી સુચના આપવામાં આવી હતી. હાલે હવામાનની પરિસ્થિતી સામાન્ય થતા હવામાન વિભાગ અને મત્સ્યોધ્યોગ નિયામકશ્રીની કચેરી કચ્છ દ્વારા માછીમારોને દરિયો ખેડવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. 

રાજ્યની વડી કચેરીની સૂચના અન્વયે કચ્છ જિલ્લાના ૧૮ મત્સ્ય ઉતરાણ  કેન્દ્ર પરથી આજે માછીમારોને દરિયામાં માછીમારી ખેડવા માટે ટોકન ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી આ માછીમારોએ દરિયા ખેડવાનું શરૂ કર્યું છે.  જે પૈકી નલિયાના જખૌ બંદરે પણ આજથી માછીમારો પોતાની બોટ લઈને દરિયો ખેડવા નીકળી ચૂક્યા છે એમ મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક જે.એલ. ગોહિલ દ્વારા જણાવાયું છે.

(6:12 pm IST)