Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ચોટીલા સાયલા હાઇવે ટેમ્પોને ડમ્પરની ટક્કરઃ ઈજાગ્રસ્તને લોકો બચાવવામાં રહ્યા અને ડમ્પર નાસી છૂટ્યુ

નંબર પ્લેટ વગર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો માટે કોણ જવાબદાર? લોકોનો સવાલ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા. ૨૧ :. ચોટીલા ખાતે વેફર્સ કંપની ના માલ ની ડીલેવરી માટે નિકળેલ ટેમ્પો ને હરીધામ સોસાયટી નજીક પુરપાટ આવતા ડંમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમા ટેમ્પામાં બે લોકો ફસાયા હતા આસપાસનાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થયેલ ફસાયેલા ઇજાગ્રસ્તો ને બહાર કાઢી રહેલ તેમ છતા અકસ્માત સર્જનાર લોકો વચ્ચે ભરેલ ડંમ્પર સાથે નાસી છુટેલ છે.

ચોટીલા હાઇવે ઉપર ખુબ મોટા -માણમાં ગેર કાયદેસર રેતીમાં ચાલતા ડંમ્પરો બે ફામ માતેલ સાંઢ ની જેમ દોડતા હોવાની રાવ ઉઠેલ છે અને આવા મોટા ભાગના વાહાનો નંબર પ્લેટ વગરના પણ જોવા મળે છે છતા આવા વાહાનો સામે જવાબદારો નજર અંદાજ કરતા હોય છે ત્યારે આવા નંબર પ્લેટ વગરના ડંમ્પરો સામે ખાસ ઝૂંબેશ ચલાવી પગલા ભરવા માંગ ઉઠી છે.

ટેમ્પો ચાલક અને તેની સાથેના ઇજાગ્રસ્ત ને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ આ અકસ્માત અંગે હજું પોલીસ દફતરે કોઇ ફરીયાદ નોંધાયેલ નથી.

(4:00 pm IST)