Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

વાવાઝોડાને કારણે થયેલ નુકશાનીને પગલે મોરબીના નળિયા ઉદ્યોગને મળ્યા નવા ઓર્ડર

મંદીના માહોલમાં નળિયા ઉદ્યોગને નવા ઓર્ડર મળતા તેજીનો માહોલ.

મોરબી : આઝાદી બાદથી મોરબીમાં નળિયા ઉદ્યોગ વિકસ્યો હતો અને એક સમયે મોરબીમાં ૩૯૩ કારખાના ધમધમતા હતા જોકે હાલ નળિયા ઉદ્યોગના માત્ર ૩૦-૩૨ કારખાનામાં પ્રોડક્શન ચાલુ છે સામાન્ય રીતે નળિયા ઉદ્યોગ મેં માસ સુધી ચાલુ રહે છે અને જુનથી ચોમાસાના ૪ માસ શટડાઉનની સ્થિતિમાં જોવા મળે છે હાલમાં આવેલ વાવાઝોડાને પગલે નવા ઓર્ડર મળવા લાગ્યા છે

જે નવા ઓર્ડર અંગે ઉદ્યોગપતિ હેમલભાઈ શાહ જણાવે છે કે વાવાઝોડા અને વરસાદને પગલે ૪-૫ દિવસ પ્રોડક્શન બંધ રહ્યું હતું જેથી હવે વધુ ૧૦-૧૫ દિવસ સુધી પ્રોડક્શન વધારીને માંગને પહોંચી વળવા ઉદ્યોગપતિઓ કાર્યરત બન્યા છે અને શક્ય તેટલા ઓર્ડર પુરા કરવા તેઓ પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું મોરબીમાં જ નળિયા ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજેશભાઈ જણાવે છે કે કોરોના મહામારીની અસર અન્ય ઉદ્યોગ જેમ નળિયા ઉદ્યોગમાં પણ જોવા મળી હતી મજૂરોની તંગીને પગલે ૨૫ થી ૩૦ ટકા ફેકટરીમાં પ્રોડક્શન ચાલુ હતું મજુરો મળતા ના હોય જેથી નાછૂટકે પ્રોડક્શનમાં કાપ મુકવાની ફરજ પડી હતી
જયારે ઉદ્યોગપતિ નીપુલભાઈ જણાવે છે કે નળિયા ઉદ્યોગનું પ્રોડક્શન ૧ કરોડ નંગ જેટલું થવા જાય છે હાલ વાવાઝોડાને પગલે અમરેલી, જુનાગઢ અને ભાવનગર જીલ્લામાં નુકશાની થવાને લીધે ડીમાંડ વધી જવા પામી છે જેથી નવા ઓર્ડર મળતા ઉદ્યોગને રાહત મળી છે અને પ્રોડક્શન વધારવા શક્ય તમામ પગલા ભરીને માંગને તેઓ પહોંચી વળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો
આમ એક સમયે મોરબી જેના થકી દેશભરમાં પ્રસિદ્ધ હતો તેવા નળિયા ઉદ્યોગ માટે અચ્છે દિન આવ્યા હોય તેવું લાગી રહ્યું છે એક તરફ કોરોના મહામારીમાં સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ મંદીમાં ગરકાવ જોવા મળે છે તો મોરબીના નળિયા ઉદ્યોગને ચાંદી જોવા મળે છે નવા ઓર્ડર મળી રહ્યા છે જોકે રો મટીરીયલ્સ અને શ્રમિકોની તંગીનો પ્રશ્ન તો છે જ આમ છતાં ઉધોગપતિઓ ગમે તેમ કરીને પણ ઉત્પાદન વધારીને નવા ઓર્ડર પુરા કરીને ચોમાસામાં રજા રાખતા હોય છે તે પૂર્વે કમાણી કરી લેવાના મૂડમાં જોવા મળે છે

(1:17 pm IST)