Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જામનગરમાં કોરોના મહામારીથી બચવા માટે ૧૨ ઉંટ ગાડીઓમાં હવન

જામનગર : જામનગરમાં ગાયત્રી શકિત પીઠ દ્વારા કોરોનાની મહામારીમાં વાતાવરણમાં યજ્ઞ દ્વારા પવિત્રતા અને કોરોનાના ફેલાઈ રહેલા અંશો નાશ થાય તે માટે જડીબુટ્ટીઓમાંથી બનાવેલી હવન સામગ્રી વડે છાણા અને ગાયના ઘીનો ઉપયોગ કરી ૧૨ જેટલી ઊંટ ગાડીઓમાં હવન કરી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૩ રૂટો બનાવી કરવામાં આવ્યા છે. જેમાં ગાયત્રી મંત્રના મંત્રોચ્ચાર સાથે વાતાવરણ શુદ્ઘ થાય અને લોકોમાં કોરોનાનો ડર દૂર થાય તે માટે લોક કલ્યાણ અર્થે કોરોના સાથે યુદ્ઘ વાતાવરણ કરો શુદ્ઘ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ હવન યાત્રાને પ્રસ્થાન વેળાએ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા અને શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા સહિતના નેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 pm IST)