Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જામનગરમાં આંશીક લોકડાઉન બાદ ધંધા-રોજગાર ખુલ્યા

જામનગર : સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ને લઈનેે રાજય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધ મૂકાયા હતા જેને લઈને ધંધા-રોજગાર બંધ થવાથી આશિક લોકડાઉન જેવી પરિસ્થિતિ લોકોના ધંધા રોજગાર પર અસર જોવા મળી હતી લાંબા સમય બાદ ફરીથી કોરોનાના કેસો ઘટતા રાજય સરકાર દ્વારા સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી ધંધા-રોજગાર ખોલવા માટે ની છૂટછાટ આપવામાં આવી છે જેને લઇને પ્રથમ દિવસે જ જામનગરમાં પણ સવારથી જ ધંધા રોજગાર ખુલ્યા હતા અને લાંબા સમય બાદ ધંધા-રોજગાર ખુલી રહેતા ધંધાર્થીઓએ પણ રાજય સરકારના આ નિર્ણયને લઈને આંશિક રાહત અનુભવી હોવાનું જણાવ્યું હતું અને આ સાથે વધુ છૂટછાટ આપવા માટે પણ માગણી કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:07 pm IST)