Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ખંભાળિયાના બજાણામાં યુવકને મરવા મજબુર કરનાર બે શખસો સામે નોંધાતો ગુનો

મામાજી સસરા છુડાછેડા લેવા માટ દબાણ કરી પૈસાની માગણી કરતાં હતાં ત્રાસથી કંટાળી દવા પીધી હોવાનો વિડિયો મળ્યો

ખંભાળિયા તા.૨૧  :  ખંભાળિયા પંથકના બેરાજા ગામે યુવકને મરવા મજબુર કરનાર બે શખસો સામે પોલીસમાં ફરીયાદ નોધાવતાં ગુનો  નોધી કાર્યવાહી હાથ ધરી છે.   

બનાવની પ્રાાપ્ત વિગત મુજબ ખંભાળિયાના બેરાજા ગામે આંબલવાડી ડેમના કાંઠે રહેતાં પરબત ભીખાભાઈ હરીયાણી નામના યુવકે ગત તા.૧૪ના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં મોત નિપજ્યું હતું બનાવ અંગે મૃતકના ભાઈ  મુકેશ ભીખાભા ઈ હરીયાણીએ ખંભાળિયા પોલીસ મથકમાં તેમના ભાઈને મરવા મજબુર કસ્નાર નાના આસોટાના રામશી ડોસા હરીયાણી અને રવજી રામશી હરીયાણી વિરુષ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતાં પોલીસે બંન્ને વિરુઘ આઈપીસી ૩૦૭,૧૧૪ ની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતકના મોટાભાઈએ પોલીસ ફરીયાદમાં  જણાયુંં છે કે, તેમના નાનાભાઈ પરબતભાઈ તેમની પત્ની અને ૬ માસ પુત્રી સાથે અલગ રહેતાં હતાં જેમાં તેમના પત્ની મીતલબેન દોઢેક મહિનાથી તેમના માવતરે જતા રહયાં હતાં માતાજીનો પ્રસંગ હોવાથી મારા ભાઈ તેમની પત્નીને  માવતરે તેડવા ગયા હતાં પરંતુ તેમના સસરાએ ન મોકલતા તે પરત ફર્યા હતાં અને આ બાબતે પુછતાં તેણે જણાવ્યું  હતું કે, મારા સસરાએ જણાવેલ છે કે, મારા બનેવી રામશી ડોસા હરીયાણી કહેશે તો જ દિકરીને પાછી મોકલીશું એ  પછી અમે મોમાઈ માતાજીના મંદિરે ગયા હતાં અને પાછળથી મારાભાઈએ આંબલવાડી ડેમના કાંઠે જઈ ઝેરી દવા પી  લીધી હતી અને મને ફોન આવતાં અમે દોડી ગયા હતાં અને સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલે લઈ જવામાં  આવતાં ત્યાં ફરજ પરના ડોકટરે તેને મરણ જાહેર કર્યો હતો.

તેમના મૃત્યુ પછી મારા ભાઈ પરબતનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં તેમણે દવા પીધેલી હાલતમાં રડતા રડતા એક  વિડિયો બનાવ્યો હતો જેમાં જણાવ્યુંં હતું કે, મારી પત્નીના મામા રામશી ડોસો હરીયાણી અને તેમનો પુત્ર રવી મારા  સસરાને ચડામણી કરે છે અને પત્ની ગર્ભવતી હતી ત્યારે રિસામણે ગઈ હતી તે સમયે રામશીનો ફોન આવ્યો હતો કે  ૫૦ હજાર આપી જા નહીંતર તારા બાળકને પતાવી નાખીશું ત્યારે તેને ૫૦ હજાર આપ્યા હતાં. એ પછી ફરીથી એક  લાખ આપી જા અને મિતલ સાથે છુટાછેડા લઈ જા અથવા તું દવા પી લે નહીંતર તારી દિકરીને દવા પીવડાવી દેશું.  અને ત્રણ દિવસમાં મિતલના લગ્ન કરાવી દઈશ વધુમાં વિડીયોમાં કહયું હતું કે, મારે છુડાછેડા લેવા નથી પણ ધરાર રામશી છુટાછેડા લેવા માટે દબાણ કરી હેરાન કરે છે.

આ વિડીયો હાલ પોલીસે કબ્જે લીધો હતો. વધુમાં ફરીયાદીએ  જણા વેલ કે મારા ભાઈના મામાજીના દિકરા રવીને સગાઈ ક્યાંય થતી ન હોવાથી મારા ભાઈ પરબત સાથે છુટાછેડા  લેવડાવી મીતલને સગાઈ તેમના દિકરા સાથે કરવા માટે મારા ભાઈ ઉપર દબાણ કરતાં હતાં આથી મારા ભાઈએ ત્રાસી ઝેરી દવા પી લેવા મજબુર બન્યો હતો. પોલીસે બંન્ને પિતા પુત્ર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)