Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ખાતરમાં ૧૨૦૦ રૂપિયાની સબસીડીના નિર્ણયને આવકારતા માડમ

જામનગર, તા. ૨૧ :. ડી.એ.પી. ખાતરની કિંમતમાં થયેલ વધારાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ઉચ્ચસ્તરીય કમિટીની બેઠકની ચર્ચામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડી.એ.પી.માં વપરાતા ફોસ્ફોરીક એસીડ, એમોનીયા વિગેરેની કિંમતમાં ૬૦ થી ૭૦ ટકા વધારો થવાથી ખાતરની કિંમતમાં વધારો થયેલ છે અને તેના કારણે ડી.એ.પી. ખાતરની બેગની વાસ્તવિક કિંમત રૂ. ૨૪૦૦ છે જેમા રૂ. ૫૦૦ સબસીડી આપીને રૂ. ૧૯૦૦માં વેચવામાં આવે છે. વડાપ્રધાનશ્રીએ ખેડૂતોને જુના ભાવે જ ખાતર મળવુ જોઈએ તેવુ જણાવતા બેઠકમાં હાલ મળતી સબસીડીની રકમમાં ૧૪૦ ટકા વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવેલ અને તેના કારણે હવે ડી.એ.પી. ખાતરની બેગ ખેડૂતોને રૂ. ૧૨૦૦મા મળશે.

ડી.એ.પી. ખાતરમાં સબસીડીમાં વધારો કરવાના કારણે કેન્દ્ર સરકાર ખરીફ સીઝનમાં રૂ. ૧૪૭૭૫ કરોડનો વધારાનો ખર્ચ કરશે. કેન્દ્ર સરકારશ્રીના આ કિસાનલક્ષી નિર્ણયથી જગતના તાત ખેડૂતોને મોટી રાહત મળેલ છે. જે માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડૂતો વતી સંસદ સભ્ય પૂનમબેન માડમએ આભાર વ્યકત કર્યો છે.

(1:06 pm IST)