Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

લાલપુરના પીપરટોડા ગામે ટ્રેકટરનું વ્હીલ ફરી વળતા યુવાનનું મોત

જામનગર, તા.૨૧: લાલપુર તાલુકાના પીપરટોડા ગામે રહેતા અને એસ.આર.પી. કેમ્પ ચેલામાં કોન્સ. તરીકે નોકરી કરતા મયુરઘ્વજસિંહ હરદેવસિંહ જાડેજા,ઉ.વ.૩ર એ  જાહેર કરેલ છેકે, હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ઉવ.૬૦, પોતાનું ટ્રેકટર ચલાવતી વખતે ચકકર આવી જતા જમણી તરફ નીચે પડી જતા ટ્રેકટરનું વ્હીલ જમણા પડખા પર ફરી જવાથી ઈજા થવાથી મૃત્યુ પામેલ છે.

દારૂ સાથે બે ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  ધુલીયા ફાટક પાસે, મહેબુબ ઉર્ફે મેબલો બાવો ગુલાબભાઈ ખફી એ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, હનુમાન ટેકરી, સરકારી સાત નાલા પાસે આરોપી ધર્મેશ ઉર્ફે ધમો રાજુભાઈ શ્રીપાલીએ દારૂ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

બે વાહનની ઉઠાંતરી

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં માણશીભાઈ રણમલભાઈ સાખરા એ ફરીયાદ નોંધાવી છે કે, એરફોર્સ રોડ ,ડિફેન્સ કોલોની, રાજા બુક સ્ટોરવાળી ગલી પાસે સીલ્વર કલરનું સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૦૩–એચ.બી.–૦પ૯૭, કિંમત રૂ.૩૦,૦૦૦/– નું કોઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિજયસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, રડાર રોડ, ગોકુલનગર, સાયોના શેરી નંબર પ/ડી, પ્લોટ નં.૩૦, સીલ્વર કલરનું સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–સી.કે.–૬પ૧ર, કિંમત રૂ.૩૦,૦૦૦/– નું કોઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા ઝડપાયા

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. અનીલભાઈ બાબુભાઈ સોઢીયા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર ગામ, કોળીવાસ પાછળ, ખુલ્લા પટમાં આરોપી હારૂનભાઈ સુલેમાનભાઈ લઘાણી, યુસુફભાઈ ઈસલામભાઈ બુકેલા, વિપુલગીરી ચંદુગીરી ગૌસ્વામી, રે. ધ્રોલવાળા રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૧૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, ડેન્ટલ હોસ્પિટલ સામે, કબીરનગરમાં સતી માં ના મંદિરની પાસે આરોપી અઝીમભાઈ શબ્બીરભાઈ સૈયદ, મુઝમીલખાન કેસરખાન પઠાણ, જાબેદખાન મામદખાન લોદીન, શબ્બીરભાઈ હાસમભાઈ રાજા, નાસીરભાઈ હારૂનભાઈ નોયડા, ઈકબાલભાઈ ગફારભાઈ નોયડા, અકબરઅલી આમદખાન નાયક, હસનેન અહેમદભાઈ આમદાણી, મહેબુબભાઈ રફીકભાઈ શેખ, જુગાર રમી રમાડી પૈસાન હારજીત કરી રોકડા કુલ રૂ.૧પરપ૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:06 pm IST)