Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

વાવાઝોડાથી મધદરિયે આવેલા શિયાળ બેટમાં તારાજી

૧૫૦ ઉપરાંતની બોટ તણાઇ ગઇ : અનેક લોકો ધંધા-રોજગાર -ઘરવિહોણા બન્યા : તાત્કાલીક પેકેજ જાહેર કરવા માંગ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૧: તાઉતે વાવાઝોડાની અસર અમરેલી જિલ્લાના મધદરિયે આવેલ શિયાળબેટ ગામમાં તારાજી સર્જી દીધી છે.

અહીં શિયાળબેટ ગામમાં ૧૩૦૦ ઉપરાંત મકાનો ધરાશાય થાય મોટાભાગના લોકો ઘરવિહોણા બન્યા તો કેટલાયની બોટો તણાય ગઇ છે. રોજી રોટી ધંધા વિહોણા લોકો બન્યા છે. સ્થિતી ભયાનક સર્જી દીધી છે.

ગામના પવનની ગતિ એટલી વધી ગઇ ચારે તરફ નળીયા ઉડ્યા તો દિવાલો ધરાશય થઇ અફડાતફડી ચારે તરફ સમુદ્ર ગાંડોતુર બન્યો પાણીની આવક વધી ગઇ અને ગામની નાનકડી શેરીઓમાં અફરાતફડી ગામના સરપંચએ યુવાનોની ટીમો બનાવી હતી.

જે તાકીદે ધાબા વાળા મકાનમાં માણસોને તાકીદે ખસેડવા માટે તેને લઇ યુવાનો દ્વારા તાકીદે ગ્રામજનોને શીફટ કર્યા હતા જેના કારણે લોકોના જીવ બચ્યા છે. પરંતુ ગ્રામજનો કહી રહ્યા છે. ૮૨માં આવેલુ વાવાઝોડુ પણ આવુ ન હતું તેવુ આ વાવાઝોડુ તાઉતે ઇતિહાસ સર્જી દીધો છે. ગ્રામજનો ફફડી ઉઠ્યા અને આજે ડરના માહોલમાંથી બહાર આવી રહ્યા છે. ગામની ૧૫૦ ઉપરાંતની બોટો તણાય ગઇ છે.

જેને લઇ ગામના મોટાભાગના લોકો ધંધા વિહોણા બની છે. ૨૪ કલાક બાદ આજે શિયાળ બેટ રાબેદા મુજબ થઇ રહ્યું છે.

ગ્રામજનો કહી રહ્યા છે અમને ૧૫ દિવસમાં તાકીદે સ્પેશ્યલ કેસમાં સરકાર લઇ પેકેજ જાહેર કરે તો શિયાળ બેટ ઉભુ થશે.

(1:05 pm IST)