Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

રાજયમાં કરાર આધારીત તબીબો અને મેડીકલ સ્ટાફની હડતાળમાંયે રાજકારણ

રર જિલ્લા કોર્પોરેશન વિસ્તાર હડતાળ પર હતા પગલા ૭ જિલ્લા સામે

ખંભાળિયા તા.ર૧ : ગુજરાત રાજયમાં બે દિવસ પહેલા રાજયના કરાર આધારીત તબીબો તથા મેડીકલ સ્ટાફની હડતાળ પડી હતી જે પછી તેઓ ફરજ પર ચડી ગયા હતા તથા સમાધાન થયુ હતુ. જે રાજયમાં હડતાળ પર ગયેલા તબીબો સામે જાહેરનામાના ભંગની એફઆઇઆર કરવા આદેશ થયો હતો.

જાણો આંદોલનમાં પણ રાજકારણ હોય તેમ રર થી ર૩ જિલ્લા તથા મહાપાલિકા વસ્તારના કરાર આધારીત તબીબો તથા મેડીકલ સ્ટાફ હડતાળ પર ઉતર્યા હતા. પણ જયારે પોલીસ ફરિયાદની કામગીરી શરૂ થઇ અને કાગળ પર આંદોલનની વિગતો આવી ત્યારે રાજયના રર-ર૩ સંગઠનોમાંથી બોટાદ, જામનગર, મહેસાણા સહિત સાત જિલ્લામાં સામે જ કાર્યવાહી થશે કેમ કે બાકીના હડતાળ પરથી કામ પર ચડી ગયા હતા.

જો કે કેટલાક જિલ્લાઓ જેમણે માનવતા દાખવીને ડોકટરોએ પોતે હડતાળ પર હોવા છતાં સ્વયંસેવકની ફરજ બજાવી હતી. તેઓ ધંધે લાગી ગયા  છે તો એક વાહનનો દંડના થયો હોય તેમનેે જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ સાંભળી એક તબીબને પરેશાની થતાં હોસ્પિટલે તાકીદે લઇ જવા પડયા હતા.

(1:04 pm IST)