Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જેતપુરની ચોકીધાર પાસે દેશી દારૂની હેરાફેરીઃ ૩ મહિલા સહિત ૪ ઝડપાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૧ : તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ચોકીધાર ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ કરતી હતી ત્યારે જુનાગઢ તરફથી આવતી ઓટોરીક્ષાની જીજે.ર૩-ર-૧૭૩ વાળીને શંકાના આધારે રોકી તલાસી લેતા રીક્ષામાંથી દેશીદારૂ ૧૧પ લીટર મળી આવતા રીક્ષા ચાલક મરીની ઉસુફખાન પઠાણ (રહે. ચીતાખાના જુનાગઢ) તેમજ પાછળ બેઠલ ત્રણ મહિલા આસીયાનાબેન રહીમભાઇ હેરેજા (રહે.ગોંડલ દરવાજા) દિવ્યાબેન ચનાભાઇ વાણવી (રહે. રણુજા સોસાયટી) જયાબેન પ્રકાશભાઇ મકવાણા (રહે. ખત્રીવાડી સામે) જેતપુર વાળાને દારૂ તેમજ રીક્ષા મળી કુલ રૂ.૪ર,૩૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

(1:03 pm IST)