Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જેતપુર નવાગઢ ચોકડી પાસેથી કતલ ખાતે જતી ગાયોને બચાવતા ગૌરક્ષકોઃ રૂ. ૧૧.૭૦ લાખનો મુદામાલ કબ્જે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૧ :.. નકલંક આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા ગૌરક્ષક સંજયભાઇ વિજયભાઇ વેલેકાટ તેમજ તેના મીત્રોને બાતમી મળેલ કે ધોરાજી તરફથી એક ટ્રકમાં ગાયોને કતલ ખાતે લઇ જવામાં આવતી હોય તેઓએ શહેર પોલીસને જાણ કરતા પોલીસે ગૌરક્ષક સાથે નવાગઢ ચોકડીએ વોચમાં રહેતા બાતમીવાળો ટ્રક પસાર થતા તેને રોકી તલાસી લેતા ટ્રકમાં ગાયો નંગ-૮ અને ગાયના બચ્ચા પ અતિક્રુરતાથી બાંધેલ હોય તે કયાં લઇ જાય છે તેની પરમીશન છે કે નહિ તે અંગે પુછપરછ કરતા ડ્રાઇવર કે તેની સાથે બેઠેલ શખ્સે યોગ્ય જવાબ નહિ આપતા પોલીસે ડ્રાઇવર ભીમા દેવા રાડા (રહે. રઘુવીરપરા માણાવદર) તેમજ કલીનર કાળુ દોલત ચુડાસમા (રહે. બાંટવા રોડ, માણાવદર) બન્ને શખ્સોને ગાયો અને વાછરડા મળી કુલ રૂ. ૧.૭૦ લાખ તેમજ ટ્રક નં. જી.જે.-૧૬- વી. ૬૧પ૪ રૂ. ૧૦ લાખ મળી કુલ રૂ. ૧૧.૭૦ લાખના મુદામાલ સાથે પકડી પાડી બન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી ગાયોને પાંજરાપોળ ખાતે મોકલી આપેલ.

એવુ પણ જાણવા મળેલ ડ્રાઇવર પાસે જે પરમીટ હતી તે પણ જુની હતી અને કયાં ગામ કતલખાને લઇ જતો હતો તે પણ યોગ્ય જવાબ આપતો ન હતો.

જુગાર રમતા ર શખ્સો ઝડપાયા

સરદાર ચોકમાં કેનાલ કાંઠે આવેલ ઝૂંપડ પટ્ટી પાસે જૂગાર રમતી હોય. જે આધારે ત્યાં રેડ કરતા બે શખ્સો સુરેશ આંબાભાઇ કાતણીયા, રાજુ ચંદુભાઇ સોલંકી (રહે. કેનાલ કાંઠે), ને રોકડા રૂ. ૩૧૦૦ સાથે પકડી પાડેલ.

(1:02 pm IST)