Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જુનાગઢમાં બે મોટરસાયકલ ચોરી જનાર બે શખ્સો ઝબ્બે

જુનાગઢ તા.ર૧ : ગત તા. ૧૦ ના જગમાલ ચોક પાસે આવેલ માણેક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભાવેશભાઇ કાંતીભાઇ પારેખ વાણીયા ઉ.૪ર તેની એકટીવા રજી નં. જીજે૧૧-૦૦ ૪૦૪૩ કિ. રૂ. ૩૦,૦૦૦ તેમજ મેહુલભાઇ રમેશચંદ્ર ખંડેરીયા રહે. જુનાગઢ જગમાલ ચોક પાસે આવેલ માણેક એપાર્ટમેન્ટ વાળાએ તેની એકટીવા રજી.નં.જીજે૧૧-એકે પ૯૦પ કિ. રૂ.૩૦.૦૦૦ ની એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલ હોય અને ઉપરોકત બંને એકટીવાની કોઇ ચોરી કરી લઇ ગયેલ હોય. જે અંગે એ ડીવી. પો.સ્ટે.માં ગુ.રૂ.નં. ૧૧ર૦૩૦ર ૩ર૧૦૮૩ર આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.

જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડીવી.પો.સ્ટે.ના વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા મો.સા. ચોરીમાં અગાઉ પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપેલ હોય અને એ ડીવી.પો.સ્ટેના પો.ઇન્સ. આર.જી.ચૌધરી સા.એ. સદરહુ ગૂન્હો ડીટેકટ કરવા સુચના કરેલ હોય જે આધારે એ.ડીવી.પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. આર.જી.મહેતા તથા પો.સબ.ઇન્સ. એ.ક.ેપરમાર તથા એ.એસ.આઇ. એમ.ડી.માડમ તથા પો.હેડ.કોન્સ. કે.એમ. દાફડા તથા પો.કોન્સ. રાજુભાઇ ભાયાભાઇ, નીલેશભાઇ ખીમાભાઇ, અનકભાઇ ભીખુભાઇ તથા દિનેશભાઇ રામભાઇ વિગેરે પો.સ્ટાફ દ્વારા ઉપરોકત ગુન્હાઓ શોધી કાઢવા સીસીટીવી કુટેજ તેમજ બાતમી હકીકત આધારે (૧) હર્ષ જયેશભાઇ મહેતા વાણીયા ઉ.૧૯ રહે. જુનાગઢ જગમાલ ચોક માણેક એપા.તથા (ર) વિશાલ આનંદકુમાર લોહાણા સીંધી ઉ.ર૪ રહે. જુનાગઢ વણજારી ચોક વાળાઓને ઉપરોકત ચોરીમાં ગયેલ એકટીવા રીજ. નં.જીજે૧૧-૦૦-૪૦૪૩ કિ. રૂ.૩૦.૦૦૦ તથા એકટીવા રજી. નં. જી.જે.૧૧-એકે -પ૯૦પ કિ. રૂ.૩૦.૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી મો.સા.ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીકેટક કરેલ છે.

(1:00 pm IST)