Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જુનાગઢમાં હોમગાર્ડ જવાન પર પુત્ર અને પુત્રવધુનો હુમલો

બંને ઝઘડતા હોય સમજાવવા જતા માર માર્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૧ : જુનાગઢમાં હોમગાર્ડ જવાન પર તેનાજ પુત્ર અને પૂત્રવધુએ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. આ બનાવની વિગતો એવી છેકે જુનાગઢમાં સલાટવાડામાં રહેતા અને હોમગાર્ડમાં નોકરી કરતા કીરીટભાઇ છગનલાલ જોટંગીયા (ઉ.૪પ) નો પુત્ર હિરેન અને પુત્રવધુ ગઇકાલે બંને ઝઘડો કરતા હતા.

આથી બંનેને સમજાવવા જતા કિરીટભાઇનો દિકરો અને તેની વહુએ ગાળોકાઢી ઢીકાપાટુનો મારી તેમજ ઘોડીયાનું પાંગરૂ માથામાં ઝીંકી દઇ ઇજા પહોંચાડી હતી. આ અંગે બંને સામે ફરીયાદ થતા એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. આર.જી. મહેતા ચલાવી રહ્યા છે.

(12:59 pm IST)