Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

પોરબંદરમાં વાવાઝોડા અને કોરોના સંકટથી માછીમારોની દયનીય હાલત

વાવાઝોડા પહેલા બંધ ફિશીંગ બોટો હજુ શરૂ થઇ નથીઃ બોટના ખડકલાઃ નાના માછીમારોની વધુ હેરાન

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૨૧, ચારેક દિવસ પહેલા સંભવીત વાવાઝોડાના લીધે બંધ થયેલી ફિશીંગ બોટો રજુ પુનઃ શરૂ થઇ શકી નથી. કાંઠે બોટોના ખડકલા છે. વાવાઝોડા સંકટ પહેલા કોરોના મહામારીથી ફિશ એકસપોટર્સને ગંભીર અસર થઇ છે. જેની સીધી અસર મત્યોદ્યોગને દેખાય રહી છે.

વાવાઝોડા અને કોરોનાને લીધે કેટલાક  નાના માછીમારોને એક ટંકના ભોજનની પણ ચિંતા સતાવે છે. કરજ લીધુ હોય તે ભરી શકતા નથી.

ઉપરાંત જળસીમાએ પાકિસ્તાન દ્વારા અત્યારસુધીમાં અપહરણ કરેલી બોટોના ૬૦૦થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં છે. આ માછીમારોમાં મોટાભાગના પરિવારના મોભી છે તેના પરિવારની આર્થીક સ્થિતિ વધુ કથળતી જાય છે.

માછીમારોને સરકારની યોજનાનો પુરતો લાભ મળતો નથી. રજુઆતો કરવા જતા દાદ મળતી નથી શહેરમાં કોરોના અને વાવાઝોડામાં દાતાઓ રાશન કીટ સહિતની સહાય આપે છે. ત્યારે માછીમારો કેમ યાદ આવતા નથી.. ? તે પ્રશ્ન છે.

(12:59 pm IST)