Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

પોરબંદરના મિયાણીમાં ગેરકાયદે ખનીજની ખાણ ઉપર દરોડોઃ કટીંગ મશીન જનરેટર સહિત કુલ પ લાખનો મુદામાલ જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧ :.. મિયાણી ગામે પથ્થરની ખાણો પર ખનીજ વિભાગે ગેરકાયદે ચાલતી ખાણ પર દરોડો પાડીને પથ્થર કટીંગ મશીન જનરેટર સહિત કુલ પ લાખનો મુદામાલ જપ્ત કર્યો

ખાણખનીજ વિભાગ દ્વારા મીયાણીમાં ગેરકાયદે ખનીજ ખાણો ઉપર દરોડો કરી ૩ કટીંગ મશીન ૧ જનરેટર ૧ ટ્રેકટર સહિતનો પ લાખનો મુદામાલ કબ્જે લીધો છે.

ખાણખનીજ વિભાગે તમામ મશીનરી કબ્જે લઇ રાજુ ગીગા સામે ગેરકાયદે ખનીજ ચોરીની ફરીયાદ દાખલ કરી છે.

પોલીસે મુદામાલ કબ્જે લઇ ખનીજ ચોર સામે કાર્યવાહી શરૂ કરી છે.

(12:58 pm IST)