Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ગરમીમાં વધારો યથાવત

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનનો પારો ઉંચો આવતા અસહ્ય ઉકળાટ

રાજકોટ, તા. ૨૧ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમીની વધુ અસર અનુભવાય છે. આખા દિવસ બફારો અનુભવાય છે અને લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.  ગઈકાલે અમદાવાદમાં ૩૭.૮ ડિગ્રી, ડીસા ૩૭.૬, વડોદરા ૩૬.૮, સુરત ૩૩, રાજકોટ ૩૯.૩, કેશોદ ૩૬, ભાવનગર ૩૭.૯, પોરબંદર ૩૪.૩, વેરાવળ ૩૩.૩, જામનગર ૩૭, દ્વારકા અને ઓખા ૩૪, ભૂજ ૩૮.૪, નલીયા ૩૫.૨, સુરેન્દ્રનગર ૩૯.૩, ન્યુ કંડલા ૩૭.૪, કંડલા એરપોર્ટ ૩૯.૬, અમરેલી ૩૭.૨, ગાંધીનગર ૩૫.૫, મહુવા ૩૩, દિવ ૩૩.૪, વલસાડ ૩૪.૫, વલ્લભવિદ્યાનગરમાં ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી, લઘુતમ ૨૮ ડિગ્રી, હવામા ભેજ ૭૬ ટકા અને પવનની ઝડપ ૧૨.૧ કિ.મી. પ્રતિકલાક રહી હતી.

(12:57 pm IST)