Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

આખરે દ્વારકા જિલ્લામાં કોરોનાની પીછેહઠ

ચિક્કાર ખાનગી હોસ્પીટલોમાં ચિક્કાર જગ્યા ખાલી !!

ખંભાળીયા, તા. ૨૧ :. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકાદ માસથી કોરોના મહામારી તથા ભયંકર સંક્રમણને લીધે રોજ ઢગલાબંધ કેસ સરકારીમાં તથા ખાનગીમાં જગ્યા ના હોય હાઉસફુલની સ્થિતિ તથા ખાનગી તબીબો ઠીક લાગે ત્યાં હોસ્પીટલો શરૂ કરવા લાગેલા તથા દર્દીઓની એવી સ્થિતિ થઈ હતી કે બે બે દિવસે પણ વારો ના આવે તેવી સ્થિતિમાં હાલ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સરકારી હોસ્પીટલમાં ૭૦/૮૦ બેડ ખાલી, પાલિકાના ટાઉનહોલમાં ૬૦/૬૫ બેડ ખાલી, દ્વારકા તથા એસ્સારની કોવીડ કેર હોસ્પીટલોમાં પણ તમામ જગ્યાએ જે હાઉસફુલની સ્થિતિ હતી તેના બદલે જગ્યાઓ ખાલી રહેતા લોકો તથા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

કોરોના પોઝીટીવ કેસ વધતા લેબોરેટરી તથા રીપોર્ટ માટે તથા સીટી સ્કેનમાં પણ કતારો થતી હતી તે તથા મેડીકલ સ્ટોરોમાં પણ દર્દી ઘટતા ટ્રાફીકમાં ઘટાડો થયો છે જેથી તંત્રએ રાહતની લાગણી અનુભવી છે.

અગાઉ ખંભાળિયામાં તમામ હોસ્પીટલો ફુલ થઈ જતા જામનગર લઈ જતા અનેક દર્દીઓના રસ્તામાં મોત નિપજયા ના બનાવો પણ બન્યા હતા તો ઓકસીજન બાટલાના બેફામ કાળાબજાર પણ ઓછા થયા છે !!

(12:56 pm IST)