Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના માત્ર ૧૩ કેસ

કોવીડ પ્રોટોકોલ મુજબ ૪ મૃતદેહના અંતિમ સંસ્કાર

મોરબી તા.ર૧ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩ કેસ નોંધાયા છે. જયારે પર દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે સરકારી ચોપડે આજેપણ એકેય મૃત્યુ નોંધાયું નથી.

 

નવા કેસોમાં મોરબી તાલુકાના ૩ કેસો જેમાં ર ગ્રામ્ય અને ૧ શહેરી વિસ્તારમાં હળવદના ૪ કેસો, ટંકારાના પ કેસો અને માળિયા તાલુકાનો ૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૩ કેસ નોંધાયા છે. જયારે વાંકાનેર તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી જીલ્લામાં પર દર્દીઓ સ્વસ્થ થયા છે. તો સરકારી ચોપડે એકપણ મૃત્યુ નોંધાયુ નથી. ફાયર વિભાગે કોવિડ પ્રોટોકોલ મુજબ ૪ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા છે. એકટીવ કેસનો આંક ૪૪૯ થયો છે.

(12:54 pm IST)