Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

સુલતાનપુરના ખેડૂતનો વલોપાત વાવાઝોડાએ પપૈયાંના પાકને ભો ભેગો કરી નાખ્યો

આઠ લાખની નુકશાની ઉપરાંત ૧૫ માસની કાળી મજુરી પણ માથે પડવા પામી છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા. ૨૧: ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ખેડૂત દ્વારા ૧૫ માસની કઠોર મહેનત બાદ વાવેતર કરવામાં આવેલ પપૈયાંના પાકને વિનાશક વાવાઝોડાએ ભો ભેગું કરી નાખતા ખેડૂતને આઠ લાખની આર્થિક નુકશાની ઉપરાંત કાળી મજૂરી વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતના વલોપાત થી કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય તેવી દશા ઊભી થવા પામી છે.

યોગેશભાઈ ગોંડલીયા દ્વારા આશરે ૧૫ મહિના પહેલા તાઇવાન નું ૭૮૬ નંબરનું પપૈયાના બિયારણનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પપૈયાનો પાક ઉતારવા ઉપર આવ્યો ત્યાં જ વિનાશક વાવાઝોડાએ ખેડૂતના સ્વપ્નને રોળી નાખ્યું છે ૧૭ વીઘામાં વાવવામાં આવેલ પપૈયાંના પાકમાંથી આશરે ૧૦,૦૦૦ જેટલા છોડને વિનાશક વાવાઝોડાએ ભો ભેગું કરી નાખતા ૮ લાખનું આર્થિક નુકસાન ઉપરાંત ૧૫ માસની કઠોર મહેનત જમીનદોસ્ત થવા પામી છે.

પાન મસાલા આઈસ્ક્રીમ કે ગોલા ઉપર નાખવામાં આવતી ટુટીફુટી બનાવવામાં પપૈયા નો ઉપયોગ થતો હોય હાલ ખેતરમાં પડી ગયેલા પોપૈયા ટુટીફુટી બનાવવા લાયક પણ રહ્યા નથી ખેડૂતને પપૈયાનો નાશ કરવા માટે ખર્ચ વેઠવાનો વારો આવ્યો છે.

(12:14 pm IST)