Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

સુરેન્દ્રનગર જીલ્લાના નાના રણમાં વાવાઝોડાથી અગરિયાઓને અને મીઠાના ઉત્પાદનમાં નુકશાન

વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લાના નાના રણમાં આશરે ૧૫૦૦ જેટલા અગરીયા પરિવારો મીઠાનું ઉત્પાદન કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જેમાં હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારના ટીકર, અજીતગઢ, જોગઢ, માનગઢ, કીડી, ઘાટીલા વગેરે વિસ્તારમાં વાવાઝોડાના કારણે મીઠાના અગરમાં આશરે ત્રણ લાખ ટન મીઠાનો પાક વરસાદી પાણીના કારણે ધોવાઇ ગયો છે. અગરિયાઓની ઘરવખરી અને સોલાર સિસ્ટમને પણ નુકશાની થઇ છે. તૈયાર થયેલુ મીઠુ ઓગળી ગયુ છે અને ટીકરના ઉપસરપંચ વાસુદેવભાઇ, અશ્વિનભાઇ પરમાર, વિરમભાઇ સહિતના અન્ય અગરિયાઓએ પોતાની વ્યથા તંત્ર સમક્ષ ઠાલવી હતી. અગરિયાઓને સોલાર પ્લેટો માટે રૂ.૫૦,૦૦૦ થી વધુનો ખર્ચ કરવો પડશે. હાલમાં રણમાં રહેલુ મીઠુ કેમ બચાવવું તેના કામમાં લાગી ગયા છે જેથી મીઠાના વેપારીઓ અને અગરિયાઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા રણમાં સર્વે કરી જે અગરિયાઓને સોલાર પ્લેટ, મીઠામાં નુકશાન થયુ હોય તેઓને તાત્કાલીક નુકશાની અંગેનું વળતર ચુકવવાની માંગ કરી છે.(તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(12:13 pm IST)