Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

સોમનાથના દરિયામાં આઠ ખલાસીઓને ચાલુ વાવાઝોડામાં બચાવતા એએસઆઇ જગદીશભાઈ મકવાણા

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા.૨૧: સોમનાથના ધૂંધવતા વાવાઝોડામય દરિયામાં ફસાયેલી બે બોટો અને તેમાંના ૮ ખલાસીઓને સહિસલામત રીતે જીવના જોખમે કોસ્ટગાર્ડ સાથે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ એસ આઇ જગદીશભાઈ મકવાણા એ જાન ના જોખમે ત્રણ કલાકની મહેનત બાદ સહિસલામત બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

ચાલુ વાવાઝોડામાં રાત્રીના ચાર વાગ્યે આસપાસ મરીન પોલીસને જાણવા મળ્યું કે ભીડીયા ભીડ ભજન સામે બે બોટ ફસાયેલા છે જેથી સોમનાથ મરીન પોલીસ અને તેના માર્ગદર્શક એસ પી રાહુલ ત્રિપાઠી, એ. એસ. પી ઓમપ્રકાશ જાટ તથા સોમનાથ મરીન પોલીસ સ્ટેશન પી આઇ એન. જી વાધેલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બોટ મા રહેલ માછીમારો ને સહીસલામત બહાર કાઢવાની કામગીરી શરૂ થયેલ હતી મરીન પોલીસ ના એ એસ આઇ જગદીશભાઈ મકવાણા એ જીવના જોખમે શોર્ય દાખવી જાનના જોખમે ૮ ખલાસીઓને સહીસલામત રીતે હેમખેમ ઉગારી લેતા ગુજરાત પોલીસ અને ગીર સોમનાથ જીલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે સુસવાટા ફડાકા મારતો વાવાઝોડા નો પવન વરસાદ પડવો પણ ચાલુ અને ફસાયેલી હોડીઓ અને તેમાંના ૮ ખલાસીઓ સુધી પહોંચવું પડકારરૂપ જોખમી હતું આ બાબત એ એસપી ઓમ પ્રકાશ જાટ વ્યુહ રચના અપનાવી જેમા બોટ એશોસીએસન ની મદદથી એક બોટ ની વ્યવસ્થા કરી જેમાં કોસ્ટગાર્ડ ના ૪ જવાનો તથા સોમનાથ મરીન એ એસ આઇ જગદીશભાઈ મકવાણા લાઇફ જેકેટ રસ્સી દોરડાં અને સ્વ બચાવ ના સાધનો તૌકત વાવાઝોડા ચાલુ સમયમાં દરિયામાં પહોંચ્યા અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશન તથા ભીડીયા મંદિરની સામેના દરિયામાંથી તમામ ખલાસીઓને પોતાની હોડીમાં લાવી લાવી બે કલાક મા સમગ્ર મુશ્કેલ અને જોખમભરયુ રેસ્કયુ ઓપરેશન પાર સલામત રીતે પાર પાડયું હતું આ અંગે એ એસ પી ઓમ પ્રકાશ જાટ ડીવટ કરી અને માહિતી આપી હતી.

(12:13 pm IST)