Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

સુરતથી ભાગેલા પ્રેમી પંખીડાને કોડીનાર પોલીસે પકડી પાડ્યા

કોડીનાર,તા. ૨૧: સુરત ની પરણિતા નીતાબેન રાજેશભાઈ સોલંકી ઉ.વ.૩૯ નું તેનો પ્રેમી દીપ સોલંકી અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાતા તપાસ હાથ ધરી મોબાઈલ લોકેશન ના આધારે ભાગેડુઓનું પગેરૃં કોડીનાર નજીક આવતો હોય સુરત પોલીસે જાણ કરતા કોડીનાર એ.એસ.આઈ.રમેશભાઈ વાઢેળ,કોન્સ.પરમાર,સેબાજ ખાન સાથે લોકેશન ટ્રેસ કરી લાઈવ લોકેશનના આધારે વિરાટનગરમાં પકડી પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ હાથ ધરતા નીતાબેનને આજ થી બે વર્ષ પહેલાં ટ્રાવેલ્સ માં કામ કરતા દીપ વિજય સોલંકી સાથે ટ્રાવેલ્સ ની મુસાફરી દરમિયાન પ્રેમ સબંધ બંધાયો હોય અને નીતાબેન ના પતિ નીતાબેન ઉપર દુઃખ ત્રાસ આપતા હોય તેના થી કંટાળી જઇ પોતાની મરજી થી સુરત થી ભાગી તેના પ્રેમી દીપ સોલંકી પાસે રાજકોટ જતી રહી હોવાનું અને ત્યાંથી કોડીનાર આવી ગયા હોવાનું જણાવતા કોડીનાર પોલીસે આ અંગે સુરત પોલીસ અને પરિણીતા ના પતિ ને જાન કરતા તેઓ કોડીનાર આવી ગયા બાદ આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(12:12 pm IST)