Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જામજોધપુરમાં ર૯ તોલા સોનાની ચોરી પ્રકરણમાં તસ્કરોની શોધખોળ

તસ્કરો સીસી ટીવીનું ડીવીઆર પણ ચોરી ગયાઃ એલસીબી-એસઓજી સહિતની ટીમો દ્વારા તપાસ

જામજોધપુર તા. ર૧ :.. જામજોધપુરમાં ર૯ લાખ જેટલા સોનાની ચોરીની ફરીયાદ પોલીસમાં નોંાધવાતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામજોધપુરમાં સુભાષ રોડ પર રહેતા અને સોનાના દાગીનાની ઘડામણીની દુકાન ચલાવતા પશ્ચિમ બંગાળના એક કારીગરે પોતાની દુકાનમાં રાખેલા રૂપિયા ૧૧ લાખ ૬૦ હજારની કિંમતનું ર૯ તોલા સોનું કોઇ તસ્કરો ચોરી કરી ગયાની ફરીયાદ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે.

ગત રાત્રે સુભાષ રોડ પર આવેલ ભુત મેડી શેરી, આ સોનાની ઘડામણની દુકાન ધરાવતા હનીફ કરીમભાઇ શેખ નામના ધંધાર્થીના રહેણાંક મકાનને કોઇ તસ્કરોએ નીશાન બનાવ્યું હતું. જેમાં દુકાનના દરવાજાનું તાળુ કોઇપણ રીતે તોડી અંદર પ્રવેશેલ શખ્સો અંદર લાકડાની અલગ અલગ પાડલીના ખાનામાં રાખેલ ઘડાઇ માટે આવેલ ૩૯ તોલા સોનાને હાથ વગું કરી ચોરી કરી લઇ ગયા હતાં.

રૂપિયા ૧૧,૬ર,૦૦૦ ની કિંમતનું સોનુ ચોરી કરી ચાલાક તસ્કરો રૂમ અંદર રહેલા સીસી ટીવીનું ડીવીઆર પણ સાથે લેતા ગયા હતાં. જેથી ચોરી પકડાઇ ન જાય, આ બનાવની સવારે નવેક વાગ્યે જાણ થતાં બંગાળી કારીગરે વેપારીઓને પ્રથમ જાણ કરી હતી. જેને લઇને જામનગર એલસીબી અને સ્થાનિક પોલીસનો કફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસી ટીવી કેમેરાઓની મદદથી ચોરોને પકડવા માટેની દોડધામ શરૂ કરી છે. ઉપરાંત જામજોધપુર સહિત સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી પણ કરવામાં આવી છે.

(12:12 pm IST)