Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

દામનગરમાં વિશાળકાય વૃક્ષો, ટાવર, વીજપોલ, જર્જરિત ઇમારતો, ધરાશાયી : હજારો પક્ષીઓનો સોથ

દામનગર :  શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માં પણ ભારે નુકશાની ઓ વીજ પોલ પડવાથી લાંબો સમય વીજળી બંધ રહેશે. રસ્તાઓ ઉપર વૃક્ષ પડવાથી રસ્તાઓ બંધ વાલ્મિકી વસાહત પાસે વીજ પોલ અને વૃક્ષ ધરાશય થતા અવરજવરનો માર્ગ બંધ રાભડા રોડ ચોકડી ઉપર વિશાળ કાય લીમડો રોડ ઉપર પડતા આનંદનગર નંદીગ્રામ સોસાયટી રાભડા ભટવદર માંડવી તરફનો રસ્તો બંધ લાઠી તાલુકાના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો પડવાથી રસ્તાઓ બંધ થયા છે. જૂની શાકમાર્કેટ પાસે ખુલ્લા મેદાન તરફ ટાવર પડ્યો છે. મુખ્ય બજારમાં જર્જરિત મિલ્કતોનો ઇમલો બજાર વચ્ચે પડ્યો છે.  ઠેર ઠેર વૃક્ષો ધરાશય થવાથી હજારોની સંખ્યામાં મૃત પક્ષીઓના મોત નિપજયા છે.  ગાયત્રી મંદિર હરેકૃષ્ણ નગર પટેલ વાડી ઠાંસા રોડ રાભડા રોડ ગારિયાધાર રોડ સહિત અનેક જગ્યા એ વૃક્ષો પડ્યાની ઘટના બની છે.  ભારે પવન સાથે વરસાદે કંઈક જગ્યાએ પતરાના માંડવા છાપરા છાંયડા અને લારી ગલ્લા કેબીનો ઉડ્યા દુકાનોના બેનરો હોડીગોનો કચ્ચર ધાણ નીકળી ગયો હતો. (તસ્વીર : વિમલ ઠાકર -દામનગર)

(12:11 pm IST)