Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

કોરોના કહેર ચોટીલામાં ઢીલી પડી : એક પણ કેસ નહીં

ત્રણ આંકડામાં અંતિમ સંસ્કાર થયા : ૨૨ બિનવારસી અસ્થિઓનું તર્પણ કરાયું અને સરકારના ચોપડે શહેરના કોવીડથી મૃત્યુ ફકત ૧૪

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૨૧ : કોરોના કહેરના લાંબા સમયમાં ગુરૂવારનાં એક પણ કોવીડ પોઝિટિવ કેસ ન આવતા આરોગ્ય તંત્રમાં રાહાતની લાગણી પ્રસરી છે.પરંતુ સરકારનાં ચોપડે કોવીડ મૃત્યુનો સામાન્ય આંકડો ભેદભરમ ભર્યો લાગે છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકામાં સરકારના ચોપડે ૯૧૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેમા ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરમા કેસ નું પ્રમાણ ડબલ નોંધાયેલ છે. તો સરકારનાં ચોપડે કોવીડ થી ડેથ ની તાલુકાની સંખ્યા ૩૪ ની છે જેમા ગ્રામ્યનાં ૨૦ અને શહેરનાં ૧૪ દર્શાવાયેલ છે તેની સામે શહેરમાં આ કહર દરમિયાન જ શહેરનો મરણ આંક ત્રણ ડીજીટ નો છે. તો ૨૨ બિનવારસી અસ્થિઓ નું તો સરકાર સાથે સંકળાયેલા યુવા આગેવાનોએ જ વિસર્જન કરાયેલ છે જેથી મૃત્યુ આંક પાછળ આંકડાની માયાજાળ જેમ ભેદભરમ ભર્યો લાગે છે!

ગુરૂવારે પણ એકટીવ કેસ ની સંખ્યા તાલુકામાં ૨૭ ની છે જેમા હોમ આઇસોલેટ ૧૮, સરકારી હોસ્પિટલમાં ૩, ખાનગીમાં ૩ અને સીસીસીમાં ૩ દર્દીઓ હાલ સારવાર નીચે છે.

ચોટીલા શહેરમાં બીજી લહેરમાં વધતા પોઝિટિવ કેસો ની ઝડપ જોતા ૧૫ એપ્રિલ થી વેપારીઓ ૧૫ દિવસ સુધી સ્વયંભુ લોક ડાઉન કરેલ હતું જેને કારણે વહેલી સ્થિતિ કંન્ટ્રોલમાં આવેલ હોવાનું મનાઇ રહ્યું છે.

(12:10 pm IST)