Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

વઢવાણના રોટરેકટ કલબ દ્વારા ફૂડ પેકેટોનું વિતરણ

વઢવાણ : રોડરેકટ ઓફ વઢવાણ સિટી દ્વારા બિગ સ્માઇલ પ્રોજેકટ અંતર્ગત વાવાઝોડાથી અસરગ્રસ્ત ઝુપડપટ્ટી વિસ્તારમાં કુલ ૨૮૦ ફૂડ પેકેટોનું વિતરણ કરાયુ હતુ. પીઆઇ વી.વી.ત્રિવેદી તથા ટીમ દ્વારા સહકાર મળ્યો હતો. દાતાઓ અભિ દોશી, રોનક દોશી, દીપ શાહ, વૈશાલી સોની, મિત શાહ, કરણ સંઘવીએ આર્થિક સહાય કરેલ. પ્રોજેકટ ચેર મયુર રાવલ, પ્રમુખ પ્રજ્ઞેશ સોની, વત્સલ સોની તથા કલબના સભ્યોએ બિગ સ્માઇલ પ્રોજેકટની સફળતા માટે પોતાનો અમુલ્યો ફાળો આપ્યો હતો.(તસ્વીર-અહેવાલ : ફારૂક ચૌહાણ, વઢવાણ)

(12:09 pm IST)