Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જુનાગઢમાં ફરીથી વેકિસનેશનો પ્રારંભ

જુનાગઢ જિલ્લામાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો-ર૪ કલાકમાં ર૯૩ કેસઃ ૭ દર્દીના મોત

૩૩પ કોવીડ પેશન્ટ ડિસ્ચાર્જ થયા

જુનાગઢ તા. ર૧ :.. જુનાગઢ જિલ્લામાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો યથાવત રહેતા ર૪ કલાકમાં ર૯૩ કેસ અને ૭ દર્દીનાં મોત નિપજયા હતાં. તેમજ ૩૩પ કોવીડ પેશન્ટ ડીસ્ચાર્જ થયા હતાં.

કોરોના મહામારીમાં જુનાગઢ જિલ્લાને છેલ્લા એક સપ્તાહથી રાહત શરૂ થઇ છે. ગઇકાલે નવા કેસનો આંકડો ઘટીને ર૦૩ નોંધાયો હતો.

જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૭,૯૧૯ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેની સામે કુલ ૧૩,૭૬પ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અને ર૪૯ વ્યકિત કોરોનાને કારણે મોતને ભેટયા હોવાનું જાણવા મળેલ છે.

ગુરૂવારે જિલ્લામાં કુલ ર૯૩ કેસમાં જુનાગઢ સીટીનાં ૧૦૯ કેસ હતાં.

જયારે જુનાગઢ  ગ્રામ્ય-રર, કેશોદ -૩૬, ભેંસાણ-૧૪, માળીયગા-ર૮, મેંદરડા-૧પ, માણાવદર-૧ર, માંગરોળ-ર૪, વંથલી-૧૩ અને વિસાવદર ખાતે ર૦ કેસ નોંધાયા હતાં.

જો કે ગઇકાલ કોરોના દર્દીનાં મોતનો આંક વધીને ૭ ઉપર પહોંચ્યો હતો. બુધવારે જિલ્લામાં ત્રણ જ મોત નોંધાયા બાદ ગઇકાલે જુનાગઢ સીટીનાં ૩ તેમજ જુનાગઢ રૂરલ, ભેસણા-માણાવદર અને માંગરોળનાં એક - એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતાં.

કોરોના કાળમાં સાત બાબત એ રહી છે કે, ગુરૂવારના રોજ જુનાગઢ શહેરનાં ૧૭૪ સહિત જિલ્લાનાં કુલ ૩૭૩પ દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

દરમ્યાન આજે સવારેથી જુનાગઢ શહેરનાં અર્બટ હેલ્થ સેન્ટરો તેમજ સીવીલ હોસ્પિટલ ખાતે વેકસીનેશન શરૂ થયેલ છે.

(11:05 am IST)