Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ભચાઉ હાઇવે ઉપર રસ્તો ક્રોસ કરતા માતા - પુત્રના વાહન હડફેટે ચગદાઇ જતાં મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : ભચાઉ ગાંધીધામ હાઈવે ઉપર રસ્તો ક્રોસ કરતી વેળાએ સર્જાયેલા પ્રાણઘાતક અકસ્માતમાં માસૂમ દીકરા સાથે જનેતાએ જીવ ગુમાવ્યો હતો.

પૂરપાટ દોડતાં અજાણ્યા વાહને સર્જેલા આ અકસ્માતમાં બનાસકાંઠા ના ૩૨ વર્ષીય લુણીબેન કાંતિલાલ પંડ્યા અને તેમનો ૬ વર્ષીય પુત્ર મેહુલના અરેરાટીભર્યા મોત નીપજયા હતા.

તોતિંગ પૈડાં નીચે ચગદાઈ ગયેલા આ મા દિકરો વતન બનાસકાંઠાથી ત્યારે જ ભચાઉ આવ્યા હતાં અને જીવ ગુમાવ્યો હતો.

(11:04 am IST)