Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

માછીમારોને પુનઃ આજીવિકા રળતા કરવા રાજય સરકાર પ્રયત્નશીલ

વાવાઝોડાગ્રસ્ત અમરેલી જીલ્લાની મુલાકાતે વિજયભાઇ રૂપાણીઃ ગ્રામજનોને સાંભળ્યા-આશ્વાસન આપ્યુ

અમરેલીઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વાવાઝોડાગ્રસ્ત વૃધ્ધાને મળીને ખબર અંતર પુછયા હતા અને સંવેદનશીલ મુખ્યમંત્રીનું દ્રષ્ટાંત પુરૂ પાડયુ છે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૧: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતીનો તાગ અમેરલીના કોવાયા અને પીંપરીકાંઠા ગામોના સાગરખેડૂ-માછીમાર પરિવારોની વિતક સ્વયં સાંભળીને મેળવ્યો હર્તોં.

ંમુખ્યમંત્રીશ્રી ગુરૂવારે સવારથી જ અસરગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને તાઉ-તે થી વધુ પ્રભાવિત એવા ગીર સોમનાથ અને અમરેલીના ગામોની મુલાકાત અને પૂનર્વસન કાર્યમાં માર્ગદર્શન માટે હવાઇ માર્ગે પહોચ્યા હર્તાં.

ંશ્રી વિજયભાઇ રૂપાણીએ આ સમગ્ર વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાના તીવ્ર પવન અને વરસાદને પરિણામે ઊભી થયેલી સ્થિતીનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતુંર્ં

ંમુખ્યમંત્રીશ્રી અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા અને જાફરાબાદના પીપરીકાંઠા ગામોમાં જઇને સાગરખેડૂ-માછીમાર પરિવારો, ગ્રામજનોને મળ્યા હર્તાં.

ંતેમણે કોમન મેન સી.એમ તરીકે આ પરિવારો-ગ્રામજનોની વ્યથા-વિતક સાંભળી અને તાઉ-તે ને કારણે તેમને થયેલા નુકશાનની જાત માહિતી મુખ્યમંત્રી તરીકે તેમની વેદનામાં સહભાગી થઇને મેળવી હર્તીં

ંશ્રી વિજયભાઇ રૂપાણીએ અસરગ્રસ્ત ગ્રામજનોના તુટી ગયેલા – પડી ગયેલા મકાનો અને બોટસ વગેરેની વિગતો સ્થળ પર જઇને સાંભળી આ વિપદામાં રાજય સરકાર સાગરખેડૂ-માછીમારોની સહાયતા માટે પ્રતિબદ્ઘ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હર્તોં.

મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો-સાગરખેડૂ-માછીમારો સાથેની સંવેદનાસભર વાતચીતમાં કહ્યું કે, મોટાભાગના માછીમાર પરિવારોની બોટસને આ વાવાઝોડાએ મોટું નુકશાન કર્યુ છે. આવી વિકટ સ્થિતીમાં સાગરખેડૂ-માછીમારોની આજિવીકા માટે રાજય સરકાર તેમને કેશડોલ રૂપે ત્વરિત સહાય આપશે.

એટલું જ નહિ, જે કાચા મકાનોને નુકશાન થયું છે તેમને પણ નિયમાનુસાર યોગ્ય મદદ-સહાય તંત્ર દ્વારા ચુકવાશે એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.

 માછીમાર આગેવાનો દ્વારા જે માછીમાર પરિવારોના મકાનોને નુકસાન થયું છે અથવા તો પડી જ ગયા છે તેવા મકાનોને રીપેરીંગ અથવા પૂનૅં ઊભા કરવા માટે નળિયા તેમજ પતરા યોગ્ય ભાવે મળી રહે તે બાબતની રજૂઆત કરી હતી.

આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ માછીમાર પરિવારોના મકાનો ફરી ઊભા થાય તે માટે પતરા તેમજ નળિયા યોગ્ય ભાવે મળી રહે તે જોવાની સંબંધિત અધિકારીઓને સૂચના પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકારના માર્ગદર્શન અને જિલ્લા પ્રશાસન તથા પોલીસ દ્વારા લેવાયેલ આગમચેતીના પગલાંઓના પરિણામે આ વિસ્તારના પાંચ હજારથી વધુ લોકોનું વાવાઝોડા પહેલાં જ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હોવાથી મોટી જાનહાનિ થતાં અટકી ગઇ છે. હવે, વાવાઝોડાથી થયેલા નુકશાનમાંથી સ્થિતી પૂર્વવત કરવા પાણી, વીજળી, માર્ગો વગેરેના રિસ્ટોરેશનની કામગીરી તંત્રએ ત્વરાએ ઉપાડી છે.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કૈલાસનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સહકારી અગ્રણી શ્રી દિલીપભાઈ સંદ્યાણી, અમરેલી જિલ્લા કલેકટર, શ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ તથા માછીમાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:03 am IST)