Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

હવે કચ્છમાં મ્યુકોરમાઇકોસીસના વધતા કેસોથી ફફડાટ : બેના મોત : એક ગંભીર

બ્લેક ફંગસની સારવાર માટે ઇન્જેકશનની અછત વચ્ચે લગભગ ૪૦ દર્દીઓ હોવાનો અંદાજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : કોરોના પછી હવે મ્યુકોરમાઇકોસીસ હવે કચ્છમાં ફફડાટ ફેલાવી રહ્યો છે. અત્યારે ભુજની સરકારી હોસ્પિટલમાં ૮ દર્દીઓ સારવાર હેઠળ છે. તો, કચ્છમાં મ્યુકોરમાઇકોસીસ ના ૪૦ જેટલા દર્દીઓ હોવાનો અંદાજ છે.

ભચાઉના ચોબારી ગામના બે દર્દીઓ ૪૨ વર્ષીય ગોકળભાઇ ચાવડા અને અન્ય એક ૪૮ વર્ષીય આહીર મહિલા દર્દીને અમદાવાદ અને રાજકોટ સારવાર માટે લઈ જવાયા બાદ પરત વતન અવાયા હતા જયાં તેમના મોત નીપજયા હતા.  જયારે અન્ય એક દર્દી રાજેશભાઈ ખાસકેલી ગંભીર છે. ભુજની સરકારી હોસ્પિટલમાં ૮ અને સમગ્ર જિલ્લામાં ૪૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. બ્લેક ફંગસના ઇન્જેકશન ની અછત વચ્ચે મ્યુકોરમાઈકોસીસ કચ્છમાં ફફડાટ સર્જી રહ્યો છે.

(11:04 am IST)