Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ભાવનગરમાં આજે પણ કોરોનાથી બે ના મોત અને ૧૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૩૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૦,૨૦૪ કેસો પૈકી ૩,૨૧૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૦,૨૦૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૩૮ પુરૂષ અને ૨૧ સ્ત્રી મળી કુલ ૫૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧૭, ઘોઘા તાલુકામાં ૧૩, તળાજા તાલુકામાં ૬, પાલીતાણા તાલુકામાં ૩, વલ્લભીપુર તાલુકામાં ૨, ઉમરાળા તાલુકામાં ૨, જેસર તાલુકામાં ૫ તેમજ ગારીયાધાર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૫૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીઓ અને સિહોર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૫૩ અને તાલુકાઓમાં ૭૮ કેસ મળી કુલ ૨૩૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૨૦,૨૦૪ કેસ પૈકી હાલ ૩,૨૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૬૬ દર્દીઓનુ અવસાન થયેલ છે

(8:05 pm IST)