Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

વાવાઝોડાથી માછીમારોને અંદાજે ૪૦૦ કરોડનું નુકસાન

વાવાઝોડાના વિનાશમાંથી અમરેલી ક્યારે બેઠું થશે : વાવાઝોડાએ અમરેલીમાં સૌથી વધુ વિનાશ વેર્યો, તેમાં જાફરાબાદ-રાજુલાના લોકો બે દિવસ બાદ બેઠા થયા નથી

અમરેલી,તા.૨૦ : તૌકતે વાવાઝોડાએ અમરેલીમાં સૌથી વધુ વિનાશ વેર્યો છે. તેમાં પણ જાફરાબાદ અને રાજુલાના લોકો બે દિવસ બાદ પણ બેઠા થયા નથી. જાફરાબાદમાં માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અમરેલીમા અંદાજિત ૨૦૦ જેટલી બોટમાં નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે આફત સામે સાગર ખેડુઓને સરકાર સહાય ચૂકવે તેવી તેઓએને આશા છે

વાવાઝોડું વિત્યાના ૩૬ કલાક બાદ અમરેલી જિલ્લામાં ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. જેમા માછીમારોના મોત સામે આવ્યા છે. જાફરાબાદમાં વાવાઝોડાની રાત્રે પાંચ યુવાનો બોટમાં હતા અને બોટ ભારે પવનના કારણે ઉભી ફાટી જતા દરિયામાં ડૂબી જવાથી પાંચેયનું મોત થયું હતું. પાંચેય માછીમારોની ગઈકાલ લાશ મળી હતી. આવી રીતે બોટમાં રહેલા અન્ય સાત લોકો લાપતા થયા છે. જેની હજુ કોઈ ભાળ મળી નથી. રીતે વાવાઝોડાથી જિલ્લામાં અનેક લોકો અને માછીમારો લાપતા છે, જેમની કોઈ ભાળ મળી નથી.

અમરેલીમાં માછીમારોના મોત અને જેટલા માછીમારો દરિયામાં લાપતા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. માછીમારોને અંદાજિત ૪૦૦ કરોડ કરતા વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ૧૮ જેટલી ટગ જહાજ દરિયા કિનારે આવતા આવતા માછીમારોના બોટને નુકસાન થયું છે.

(9:10 pm IST)