Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગારીયાધારના વેળાવદરમાં ઘર ઉપર પથ્થર ફેંકવા મુદ્દે સામસામી ફરિયાદ

ગારીયાધાર તા.૨૧: તાલુકાના વેળાવદર ગામે ઘર પર પથ્થરના ઘા ફેકવા બાબતે બે પક્ષ વચ્ચે મારા-મારી થતા સામ સામે ગારીયાધાર પોલીસ મથક પર ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

જેમાં ફરીયાદી અરજણભાઇ સોમાભાઇ ખીમસુરીયા એવી ફરીયાદ આપી હતી કે અમૃતભાઇ કાનાભાઇ ખીમસુરીયા અને તેમની પત્ની મંજુબેન ફરીના ઘર પર પથ્થરના ઘા ફેંકતા હોય જે મામલે અગાઉ એક વર્ષ પહેલા પોલીસમાં અરજી આપેલ હોય જેની દાઝ રાખી ફરીયાદીના ભત્રીજાને લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારી,ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપવાની આઇપીસી ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪,જીપી ૩૫ મુજબ ફરીયાદ નોંધી તપાસ પીએસઆઇ એમ.પી.પંડ્યાને સોપાઇ હતી.

સામા પક્ષે અમૃતભાઇ કાનાભાઇ ખીમસુરીયાએ વાલજીભાઇ ઉર્ફે માસ્તર સોમાભાઇ ખીમસુરીયા, રમેશભાઇ વાલજીભાઇ, ચંપાબેન અરજણભાઇ, શાંતુબેન મોહનભાઇ, હંસાબેન ગણપતભાઇ, રસીલાબેન ધનજીભાઇ, કોકીલાબેન ગણપતભાઇ, રિંકલબેન ગણપતભાઇ, અરજણભાઇ સોમાભાઇ અને વિરાભાઇ સોમાભાઇ સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ ફરીને પથ્થરના ઘા કેમ કરો છો તેમ કહી ફરીની પત્ની વચ્ચે આવતા બન્નેને મારમારી અને ગાળો આપી ગુન્હો કર્યાની ફરીયાદ કરતા તપાસ પીએસઆઇ એમ.પી.પંડયા ચલાવી રહ્યા છે.

દારૂ ઝડપાયો

માંડવીમાં ગઇરાત્રીના ર કલાકે બે શખ્સો પાસેથી ઇંગ્લીશ બોટલ ૮ નંગ સાથે ઝડપી લીધા હતા.

જેમાં આરોપી પીયુષ ઉર્ફે પીલો ઓધડ ભૈડા રહે-માંડવીન તા-ગારીયાધાર અને અશોક નાનો વઢેળ રહે-મામદા તા-લાઠી વાળા પાસેથી માંડવી ગામે રાત્રીના ૨ કલાકે ગેરકાયદેસર પર પ્રાંતિય ઇંગ્લીશ દારૂ નંગ-૮ (રૂ.૨૪૦૦) સાથે ઝડપી પાડયા હતા. જેની સામે ફરીયાદી શકિતસિંહ જે.સરવૈયા પો.કો.ગારીયાધાર ગુન્હોં નોંધી તપાસ પીએસઆઇ એમ.પી.પંડ્યા દ્વારા હાથ ધરાઇ હતી.

(11:44 am IST)