Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગીરગઢડાની વીજ કચેરીમાં વારંવાર ઇન્ટરનેટ કનેકટીવીટી ઠપ્પઃ ખેડુતો દ્વારા આંદોલનની ચીમકી

ઉના તા. ર૧ : ગીરગઢડામાં પી.જી. વી.સી. એલ.ની કચેરીમાં બીએસએનએલ બ્રોડબેન્ડની કનેકટીવી ઘણા દિવસોથી ખોરવાઇ જતા ઓનલાઇન કામગીરી ઠપ્પ થઇ ગઇ છે.

ખેડુતોને ખોજાવાડી વિજ કનેકસન માટે અરજી કરવા ઓનલાઇન ભરવા માટે ખેડુતો જાય છેતો કનેકટીવીટી ન હોવાથી આઠ દિવસથી ધકકા ખાવા છતા ભરાતા નથી ઘણાને છેલ્લો દિવસ હોય ન ભરાય તો ફરીથી વિધિ કરવી પડશે. ગ્રામ્ય વિસ્તારમાં જયોતિગ્રામ હેઠળ સબસ્ટેશન બળી જાય તો ર૪ કલાકમાં આપવાનું હોય છ.ે જયારે અન્ય સબ સ્ટેશન બળી જાય તો ૩ દિવસમાં બદલાવાનો નિયમ છે પરંતુ ઓનલાઇન વિધિ કરવાની હોય કનેકટીવીટી ન હોય લોકોને અંધારામાં ત્થા ઉનાળામાં પીવાનું ત્થા સીંચાઇકકનું પાણી મેળવી શકાતુ નથી.

ઉભો પાક સુકાય છે. તેથી ખેડુત આગેવાન બાલુભાઇ હીરપરા પી.જી.વી.સી.એલ. કચેરીના નાયબ ઇજનેર બી.એમ. સોલંકીને રજુઆત કરેલ અને બીએસએનએલની ઉના કચેરીએ ફોન કરતા ઇન્ટરનેટ કનેકટીવી જવાબ આપેલ નહી તેથી જો તુરંત વિકલ્પીક વ્યવસ્થા નહી કરાય તો કચેરીને તાળાબંધીનું આંદોલન કરવા ખેડુત આગેવાન બાલુભાઇ હીરપરાએ ચિમકી આપી હતી.

(11:39 am IST)