Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ગોંડલના બાંદરા ગામે કબ્રસ્તાનમાં દબાણ હટાવો

ગોંડલ તા. ર૧: તાલુકાના બાંદરા ગામે વડીલોપાર્જીત કબ્રસ્તાનમાં અને સરકારી ખરાબાની જમીન ગેર કાયદેસર ખેડીને દબાણ કરેલ હોય જે અંગેની હારૂનભાઇ સોરઠીયાએ  જીલ્લા કલેકટર સહીત લેખીત રજુઆત કરી દબાણ દુર કરવા અંગે માંગ કરેલ છે.

રજુઆતમાં જણાવ્યું છે કે તાલુકાના બાંદરા ગામે વડીલોપાર્જીત મુસ્લીમ સમાજનું કબ્રસ્તાન છે. આ જગ્યા ઉપર ગેરકાયદેસર રાજાભાઇ મોહનભાઇ ધોણીયા, ગીરધરભાઇ, જાગાભાઇ તેમજ વલ્લભભાઇ ધોણીયાએ દબાણ કરેલ છે. જેમને કારણે વડવાઓની કબર ઉપર જઇ શકતા નથી જે અંગેની વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા પગલા ભરતા ન હોય જેમને કારણે જગ્યા મુદ્દે ઘર્ષણ થવાની શકયતાઓ સેવાઇ રહી છે.

ઉપરોકત ખેડુત ખાતેદારોના સર્વે નંબર ટીપણ મુજબની માપણી કરાવી વડીલોપાર્જીત કબ્રસ્તાનની જગ્યા અને સરકારી ખરાબાની જગ્યા ઉપર થયેલ દબાણ તાત્કાલીક ધોરણે દુર કરવા અંગે હારૂનભાઇ સોરઠીયાએ જીલ્લા કલેકટર સહીતના લાગતા-વળગતાને લેખીત રજુઆત કરી માંગ કરી છે.

(11:38 am IST)